શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેસન્ટ સર્કલ ખાતેથી સરદાર સાર્ધ શતાબ્દી યાત્રાનું આયોજન કરાયું
Bhavnagar City, Bhavnagar | Oct 31, 2025
ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સાર્ધ યાત્રાનું આયોજન કરાયું હતું. આ શતાબ્દી યાત્રાનું પ્રસ્થાન શહેરના કરેશન્ટ સર્કલ ખાતે આવેલા સરદાર સ્મૃતિ હોલ ખાતેથી કરાયું હતું. જે યાત્રામાં કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો જોડાયા હતા.