હિંમતનગર: તાલુકાના ઈલોલ નજીક પુલ પર પીકઅપ ડાલું ડિવાઈડર સાથે ટકારાતા ચાલક નું મોત નિપજ્યું
આજે સવારે 11 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ તાલુકાના ઇલોલ નજીક પીકપ ડાલાના ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ ડાલુ પુલ પરના ડિવાઇડર સાથે ટકરાયું હતું. ત્યારે અકસ્માત દરમિયાન ચાલકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.