નડિયાદ: માતરમાં કબ્રસ્તાન પાસે મારવામાં આવેલા બોર્ડના વિવાદ મામલે DYSP વી. આર. બાજપેયીએ આપી માહિતી
માતરમાં નાની ભાગોળ હુસેનીચોકમાં સ્થિત કબ્રસ્તાન પાસે મુસ્લિમ સમાજ દ્વારા ગરબા અને ડીજે નહીં રમવા અંગેનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જેને લઇ વિવાદ વક્રયો હતો ત્યારે હિન્દુ સંગઠનના અગ્રણીઓ દ્વારા આ બાબતે માતર પોલીસ મથકમાં પહોંચી અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બાબતે નડિયાદ ડીવાયએસપી વી.આર બાજપાઈએ મીડિયાને વધુ માહિતી આપી હતી.