જામનગર: મૂંગણી ગામમાં રહેતા યુવાને પારકી પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પ્રેમીના ભાઈ પર હુમલો કરતા ત્રણ સામે ફરિયાદ કરાઈ
જામનગર નજીક મુંગણી ગામમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા 31 વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી છરી વડે કપડાં ફાડી નાખી માર મારવા અંગે મૂંગણી ગામના એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી.