વડોદરા: અવાવરું જગ્યા એ રાત્રી ના સમયે વગર કામે જશો તો આવી શકો છો પોલિસ ની રડાર માં
સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ડો.લીના પાટીલ ની આગેવાની હેઠળ તા.૦૯/૧૧/૨૦૨૫ ના રોજ ઝોન-૨ ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાવપુરા પોલીસ સ્ટેશન ની નવલખી ગ્રાઉન્ડની અવાવરૂ જગ્યા તથા નવાપુરા પોલીસ સ્ટેશન ની પોલો ગ્રાઉન્ડની અવાવરુ જગ્યા તથા અકોટા પોલીસ સ્ટેશનની વેક્સીન ગ્રાઉન્ડની અવાવરૂ જગ્યા તથા અટલાદરા પોલીસ સ્ટેશનની રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ પાસે અવાવરૂ જગ્યાઓ ખાતે અલગ-અલગ ટીમો બનાવી કોમબિન્ગ હાથ ધરવામાં આવ્યું હતું.