વડવા વિસ્તારમાં વરસાદને લઈને એક મકાન ધરાસાઈ થયું, ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું, સદનસીબે જાનહાની સર્જાઈ નહીં
Bhavnagar City, Bhavnagar | Oct 28, 2025
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં મોડી રાત્રે એક મકાન ધરસાઈ થયું હતું. વડવા વિસ્તારમાં આવેલુ મકાન અચાનક ધરાશાહી થતા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. શહેરમાં પડેલા ભારે વરસાદને લઈને મકાન ધરાસાઇ થયું હતું. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરાઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.