લાઠીદડ ગામે બંધ હાલતમાં રહેલ પોલીસ સ્ટેશનમાં થતી ગેરકાનૂની પ્રવૃત્તિનો વીડિયો વાયરલ..
Botad City, Botad | Sep 17, 2025
બોટાદ જિલ્લાના સૌથી મોટા ગામો પૈકી એક એવા લાઠીદડ ગામે ગામની નજીક પોલીસ સ્ટેશન બનાવેલ હતું. જે ઘણા સમયથી બંધ હાલતમાં છે. આ બંધ પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં ખાલી દારૂની બોટલો, જુગાર રમતા હોવાના અવશેષો સહિત આ જગ્યાનો અનૈતિક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.