દાંતા: અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મેરેથોન દોડ યોજાઇ 1300 સ્પર્ધકોએ ભાગ લીધો.
અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ફીટ ઇન્ડિયા હિટ ઈન્ડિયા થીમ થી મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભર માંથી 1300 સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ મેરેથોન 5, 12 અને 17 કિલોમીટર એમ ત્રણ ભાગમાં યોજવામાં આવી હતી આ સ્પર્ધા ના અંતે 1.30 લાખ રૂપિયા ના ઇનામો પણ આપવામાં આવ્યા હતા