#Jansamasya : અકલાચા થી સરસવણી રોડ વચ્ચે આવતી કેનાલ પર કોઈ ખામીને લઈને ઘણા સમયથી સતત નીકળતા પાણીની સમસ્યાથી લોકો હેરાન. ત્યારે આ સમસ્યાને લઈને લોકો દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ તૅમજ કર્મચારીઓને રજુઆતો કરવા છતાં પણ તંત્રની બેદરકારીને લઈને પાણીનો વ્યય થાય છે. તૅમજ આ પાણી ભરાતા રોડમા મોટા મોટા ખાડાઓ પડી જતાં અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સર્જાઈ રહી છે. જેને લઈને આવતા જતાં રાહદારીઓ, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની પરિસ્થિતિ સર્જાઈ.