પાલીતાણા: કુંભણ ગામે યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાય
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના કુંભણ ગામે મહેશભાઈ બાબુભાઈ પરમાર નામના યુવકને ગામના જ ભગવાનભાઈ નાકાભાઈ હાલ નામના શખ્સે 'ડોન' બનીને ફરવા બદલ ગાળો આપી, લાફા અને ઢીકા-પાટુ વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલાથી ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. મહેશભાઈ પરમારે તાત્કાલિક પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.