ગાંધીધામ: આદિપુર બસ સ્ટેશન સામેથી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર
આદિપુર શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનની સામેથી આજે બપોરના અંદાજિત બાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આદિપુર પીઆઈ એમ.સી વાળા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટનાસ્થળની તપાસ હાથ ધરી હતી. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. મોત કયા કારણોસર થયું તે જાણવા માટેની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.