પાદરા: પાદરા શહેરમાં વધતું ટ્રાફિકનું ભારણ
પાદરા શહેરમાં ફુલબાગથી લઈને માર્કેટ ચાર રસ્તા સુધીના માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. ખાસ કરીને સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન અને સાંજે 5 વાગ્યાના સમયગાળામાં વાહનોની ભીડને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ ભારે વાહનોની અવરજવર મુખ્ય માર્ગ તરફ વળી ગઈ છે, જેના કારણે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. સવારમાં શાકભાજી વેચવા આવતા ખેડૂતો તથા સાંજે માર્કેટમાં ખરીદી માટ