વિજાપુર: વિજાપુર ના માલોસણ ગામે નવરાત્રીના તૂ કેમ પૈસા ઉઘરાવે છે તેમ કહી કૌટુંબીક ભાઈ સહિત ત્રણ જણા ને આધેડ ને મારમાર્યો
વિજાપુર તાલુકાના માલોસણ ગામે દવાખાના નજીક રહેતા શિવજી ઠાકોર ને નવરાત્રી ના તૂ કેમ પૈસા ઉઘરાવે છે. તેમ કહી પ્રહલાદજી ઠાકોર સહિત ત્રણ જણાએ મારમારી ઈજાઓ કરતા શિવાજી ઠાકોરે તાલુકા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ પોલીસ મથકે ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ બુધવારે સાંજે પાંચ કલાકે પ્રહલાદજી ઠાકોર અને અન્ય બે સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.