પોશીના: શહેરમાં લાંબા વિરામ બાદ 11 મીમી વરસાદ નોંધાયો
આજે વહેલી સવારથી જ અંતરિયાળ વિસ્તાર એવા પોશીના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈને વાદળો ઘેરાયા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે પોશીના શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળામાં વરસાદ વરસતા વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારે આજે સાંજે 6 વાગે વરસાદી આંકડાકીય માહિતી મુજબ પોશીનામાં 11 મીમી વરસાદ નોંધાયો હતો. જેને લઈને પંથકના ખેડૂતોની ચિંતામાં એકા-એક વધારો નોંધાયો છે.