નવસારી: નવસારીમાં ‘સ્વચ્છતા હી સેવા-2025’ અભિયાનનો પ્રારંભ, સફાઈ કર્મીઓનું સન્માન કરાયું
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા-2025’ પખવાડિયાનો પ્રારંભ “સ્વચ્છોત્સવ” કાર્યક્રમથી કરવામાં આવ્યો. કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી હાજર રહ્યા હતા. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે જાગૃતિ કાર્યક્રમો, શ્રમદાન, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન તથા શાળા-કૉલેજોમાં સંકલ્પ સમારંભો દ્વારા ઉજવાશે.