આમોદ: આમોદના કોબલા ગામે ગંભીર ઘટના, હડકવા ગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં દૂધ પીનારા ૩૨ લોકોએ લીધી વેક્સિન.
Amod, Bharuch | Nov 10, 2025 આમોદ તાલુકાના કોબલા ગામમાં એક અત્યંત ચિંતાજનક અને અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં હડકવા ગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં તેના દૂધનું સેવન કરનારા સ્થાનિક ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. તુરંત જ તબીબી સલાહ મુજબ, ૩૨ જેટલા ગ્રામજનોએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી વેક્સિન લેવા માટે દોટ મૂકી હતી.