પુણા: પાંડેસરામાં મિત્ર જોડે કામે જવા નીકળેલા યુવકની અજાણ્યા ઇસમો દ્વારા હત્યા,પોલીસે તપાસ આરંભી
Puna, Surat | Sep 17, 2025 પાંડેસરા તિરૂપતિ એસ્ટેટમાં મંગળવાની મોડી સાંજે ભગતસિંહ રાજપૂત ની અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાખી હતી.હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.જે બાદ પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પરિવારને જાણકારી આપવામાં આવી હતી.પોલીસની તપાસમાં મૃતકના મિત્ર પર પણ જીવલેણ હુમલો કરવામાં કરવામાં આવ્યો હતો.જેને ઇજાગ્રસ્તમાં હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી હતી.હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા.