શહેરમાં ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ખાસ સઘન મતદાર સુધારણા (એસઆઇઆર)ની મતદાર યાદીની ચકાસણીનો કાર્યક્રમ શરૂ થઇ ચૂકયો છે, તા.૪ ડીસેમ્બર સુધીમાં બીએલઓ તમારા ઘરે આવીને ફોર્મ આપી અને અઠવાડીયામાં ફોર્મ પરત લઇ જશે, સંબંધીત વિગતો માટે બીએલઓનો સંપર્ક કરવાનો રહેશે, ડેટા બેઝ સાથે માહિતી અગાઉની મેળ ખાતી ન હોય તો કેટેગરી મુજબના દસ્તાવેજો આપવાના રહેશે.