ગોધરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.
17 સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગોધરા શહેરમાં સેવાકીય કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર મહાદેવ મંદિરે પૂજનવિધિ બાદ કમલમ કાર્યાલય ખાતે સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ બહેરા મૂંગા શાળા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા, જેમાં રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર હાજર રહ્યા. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત