વડોદરા ના કિશનભાઇ ગજેરા ગત એક નવેમ્બરના રોજ પોતાના પિતાના ઘરે ઠાસરા ના અગરવા માટે આવ્યા હતા જ્યાં સાંજે ચારેક વાગ્યાના અરસામાં તેઓ તેમના પિતા ના ખેતરમાં હતા તે દરમિયાન અમરસિંહ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા અને જમીન ખેડવા લાગ્યા હતા. જેથી કિશનભાઇ ના પિતાએ આ જમીન પોતે વેચાણ લીધી હોવાનો જણાવી ખેતર નહીં ખેડવાનું કહેતા અમરસિંહે અપશબ્દો બોલી મારમાર્યો હતો એટલો જ નહીં જાનતી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.