ડભોઇ: ડભોઇ APMCના ખેડૂત વિભાગમાં આજે મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ
ડભોઇ APMCના ખેડૂત વિભાગમાં આજે મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. કુલ 811 મતદારો પૈકી 770 મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ડભોઇ APMCમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલનું શાસન ચાલી રહ્યું હતું. આ શાસન તોડવા અને ડભોઇ APMCમાં પોતાનું બોર્ડ રચવા માટે ભાજપે કોંગ્રેસના 10 સહકારી અગ્રણીઓનો સમાવેશ કરીને મજબૂત પેનલ મેદાનમાં ઉતારી હતી.