થરાદ: થરાદમાં મેગા રક્તદાન શિબિર, PM મોદીના જન્મદિવસ નિમિત્તે 25 મંડળોએ રક્તદાન કર્યું
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ગાયત્રી વિદ્યાલયમાં એક અનોખો માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે 'નમો કે નામ રક્તદાન' અભિયાન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો છે.