ઉધના: NTPC બ્રિજ પાસેથી ચોરીમાં અગિયાર મોબાઈલ સાથે બે સગીર સહિત ચાર આરોપીઓની ઇચ્છાપોર પોલીસે કરી ધરપકડ
Udhna, Surat | Sep 17, 2025 બુધવારે ઈચ્છાપોર પોલીસે માહિતીના આધારે NTPC બ્રિજ નજીકથી ચોરીના અગિયાર મોબાઈલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જેમાં પ્રિન્સ ભારતી અને અતુલ ગુપ્તા સહિત બે સગીર વયના આરોપીઓ નો સમાવેશ થાય છે. આરોપીઓ ચોરીના મોબાઈલ વેચવા ફરી રહ્યા હતા.જે દરમ્યાન પોલીસે ઝડપી પાડ્યા હતા.આરોપીઓ એ મોરાગામ માં આવેલ અલગ અલગ બંધ મકાનની બારીમાંથી હાથ નાખી મોબાઈલ ની ચોરી કરી હતી.આરોપીઓએ કરેલી કબૂલાતના પગલે પોલીસ ચોપડે નોંધાયેલ ગુનો ઉકેલાઈ ગયો હતો.