નડિયાદ: ડભાણ રોડ પર પીજ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત થયા
નડિયાદ પીજ ચોકડીથી ડભાણ રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. રોડની સાઈડમાં ઊભેલી કિયા કારને પાછળથી ઝડપે આવતી ઇનોવાએ જોરદાર ટક્કર મારી હતી. ઇનોવાના પાછળ આવી રહેલી અન્ય એક કાર પણ નિયંત્રણ ગુમાવતા અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.દુર્ઘટનામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.