રાજકોટ: વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે રેસકોર્સ ખાતેથી સન્માન યાત્રાનું આયોજન કરાયું, યુવાઓ દ્વારા વ્યસન મુક્તિની રેલી કઢાઈ
Rajkot, Rajkot | Sep 17, 2025 વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજરોજ ભાજપ કાર્યકરો દ્વારા સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યુવાનો દ્વારા વ્યસન મુક્તિની રેલી કાઢવામાં આવી હતી. આ વિશે વધુ વિગતો આપતા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ શહેર પ્રમુખ માધવ દવેએ આપેલ નિવેદનમાં તેમણે વડાપ્રધાનશ્રીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.