ગોધરા: શહેરા તાલુકામાં રિક્ષા પલટી મારતા રીક્ષામાં સવાર ત્રણ પેસેજરો ઇજાગ્રસ્ત થયા, ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેના મોરવા ગામે એક પેસેન્જર રિક્ષા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર બે યુવક અને એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ રિક્ષા તરસંગ ગામથી મોરવા તરફ જઈ રહી હતી. તે દરમિયાન અચાનક એક બાઈક ચાલક રસ્તામાં આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં રિક્ષા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી.