વડોદરા: વરસાદ ના વિઘ્ન બાદ TPL સિઝન 4 ની પુનઃ શરૂઆત યુનાઈટેડ મેદાન ખાતે થઈ
શહેર ના તાંદલજા ક્રિકેટ એસોસિઅન દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પર તાંદલજા પ્રીમિયર લિગ નુ આયોજન કરવામાં આવેલ છે,જુના પાદરા રોડ રિલાયન્સ મોલ ની પાછળ આવેલ મેદાન ખાતે થોડા દિવસો અગાઉ કમોસમી વરસાદ વરસવાના કારણે ફક્ત પ્રથમ દિવસે મેચો રમાઈ હતી ત્યાર બાદ ટુર્નામેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી,મોકૂફ રખાયેલ ટુર્નામેન્ટ ની પુનઃ શરૂઆત કરવામાં આવી હતી, આ ટુર્નામેન્ટ 9 નવેમ્બર થી 16 નવેમ્બર દરમિયાન એટલે કે એક સપ્તાહ માટે યોજાઈ રહેલ હોય આજ થી શરૂઆત થઈ હતી.