જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લાના વિવિધ ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા વિશેષ હાથ ધરાઈ હતી જે અંતર્ગત મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરના ફૂડ કોર્ટમાં ડાકોર રણછોડજી મંદિરના ગોમતીઘાટ આસપાસ આવેલી ખાણીપીણીની હોટલમાં તથા સમગ્ર જિલ્લામાંથી 22 દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન 30 કિલો જેટલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો.