આમોદ: આઝમનગર પાસે પોલીસે બાતમીના આધારે ટ્રકમાં સિરામિક પાઉડરની આડમાં લઈજવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
Amod, Bharuch | Nov 6, 2025 આમોદ તાલુકાના આઝમનગર પાસે પોલીસને બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી સિરામિક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે કુલ 15.64 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપીને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.