પોરબંદર એસટી ડેપો દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ફાળવાયેલ 4 બસોમાં 418 પરિક્ષાર્થીઓએ લીધો લાભ
Porabandar City, Porbandar | Sep 16, 2025
તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પોરબંદર જીલ્લાના પરીક્ષાર્થીઓને રાજકોટ કેન્દ્ર આપવામાં આવેલ હતુ અને આ પરીક્ષાર્થીઓને પોરબંદરથી રાજકોટ જવા અને ત્યાંથી પરત આવવા માટે કોઇપણ જાતની હાલાકી ના વેઠવી પડે તે હેતુસર પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા 4 બસો ફાળવવામાં આવેલ હતી. જેમાં 418 પરીક્ષાર્થીઓએ મુસાફરીનો લાભ લીધો હતો. જેમાંથી એસ.ટી વિભાગને રૂ. 89988ની આવક થવા પામી હતી.