વાવ - થરાદ જિલ્લાના ખોરડા ખાતે બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડાના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે પરિસંવાદનું આયોજન કરાયું હતું. આ પરિસંવાદમાં આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભવિષ્યમાં આવનારી ટેક્નોલોજી અને જોબ માર્કેટ તેમજ જુદા જુદા સ્કીલ બેઝ ઉદ્યમો વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.