કાલોલ: બાકરોલ ગામના નવાઘર ફળિયાના રહીશોનો રસ્તો ચાર વર્ષથી બંધ કરી દેતાં ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી
કાલોલ તાલુકાના બાકરોલ ગ્રામ પંચાયતના નવાઘર ફળિયાના ૫૦ જેટલા રહીશોનો ગામ, શાળા કે બસ સ્ટેશન સુધી જવા આવવાનો રસ્તો પાછલા ત્રણ ચાર વર્ષથી બંધ થઈ જતાં રસ્તાની સમસ્યાના નિવારણ માટે ફળિયાની ૪૦-૫૦ મહિલાઓ સાથે મોટી સંખ્યામાં અસરગ્રસ્તોએ મામલતદાર કચેરી આજે સાંજે ચાર કલાકે મામલતદારને રજૂઆત કરી હતી.