અંકલેશ્વર: હાઇવે ઉપર યુપીએલ કંપની સામે માર્ગની વચ્ચે ઉભેલ ટ્રક પાછળ ટેમ્પો ભટકાતા ક્લીનરનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે મોત થયું
સુરતના અમરોલીની ગુરુ કૃપા સોસાયટીમાં રહેતા વિનોદ પોપટ બોરીચા અને ક્લીનર હરેશ ઓધવજી ડોબરીયા સાથે અમદાવાદથી સામાન લઈ સુરત આવી રહ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર યુપીએલ કંપની સામે માર્ગની વચ્ચે કોઈપણ આડસ મુક્યા વિના ટ્રક બંધ હાલતમાં હતો તે ટ્રક પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ક્લીનર હરેશ ડોબરીયાનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું .જ્યારે ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી.