મુળી: માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ
મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે 9 નવેમ્બરના રોજ માફલીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી. જેમાં રાજ્ય સરકારના ટેકાના ભાવે 1400 રૂપિયાની પ્રતિ મણ મગફળી ખરીદી કરવાનો પ્રારંભ થયો હતો. ત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતા મૂળી પંથકના ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો