ચોટીલા: ચોટીલા કાનપર ગામે નવા ગ્રામપંચાયત ભવનનું ભૂમિપૂજન ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે ગ્રામજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ કર્યું
ચોટીલા થાનગઢ તાલુકાના કાનપર ગામે નવા ગ્રામપંચાયત ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે આ ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે કાનભા ભગત સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ નવું ભવન આશરે રૂપિયા 2.50 લાખના ખર્ચે નિર્માણ પામશે. આ નિર્માણ ગામના વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.નવું ભવન તૈયાર થવાથી નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળેથી વધુ સરળતા અને ઝડપથી મળશે