૯ નવેમ્બરના રોજ કાર્યક્રમ માટે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વહીવટી તંત્રની વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ ઉમંગ ઉત્સાહથી ઉજવવામાં આવે અને વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે અગાઉથી તંત્ર તૈયારી કરી રહ્યું છે. પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને પણ મીટીંગ યોજાઇ હતી. ગઈકાલે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાયા બાદ આજે બહાઉદીન કોલેજના મેદાનમાં વિવિધ વિભાગો કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.