ડભોઇ: ડભોઇ APMC ચુંટણીનું પરિણામ જાહેર — પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો
ડભોઇ: ભારે રસાકસી વચ્ચે યોજાયેલી ડભોઇ એ.પી.એમ.સી.ની ચુંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. પ્રથમવાર ડભોઇ એ.પી.એમ.સી.માં ભાજપનો ભગવો લહેરાયો છે. ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભાજપે 6 બેઠકો જીતતા વિજય મેળવ્યો છે, જ્યારે ખેડૂત હિતરક્ષક સમિતિએ 4 બેઠકો જીત્યા છે. આ જીત સાથે ડભોઇ એ.પી.એમ.સી.માં કુલ 12 સભ્યોના બોર્ડમાં ભાજપના 8 અને ખેડૂત હિતરક્ષક સમિતિના 4 સભ્યો રહેશે.