SOG પોલીસે જુના બંદર રોડ પરથી કુલ રૂપિયા 79000 ના ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Oct 27, 2025
ભાવનગર SOG પોલીસ મથકની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જૂના બંદર રોડ પરથી એક શખ્સને શંકાસ્પદ સામાન સાથે ઝડપી લીધો હતો. જેની પાસે રહેલો સમાન અંગે પૂછપરછ કરતા આ સામાન ચોરીનો હોવાનો ખોલવા પામતા પોલીસે કુલ 79,000 ના ચોરીના મુદ્દા માલ સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.