બાતમીના આધારે સાવલી પોલીસે કારનો પીછો ફિલ્મી ઢબે કરતા કાર ચાલક કાર મૂકી ફરાર. કલોલ તરફ થી સાવલી તાલુકામાં કારમાં વિદેશી દારૂ આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે કાર નંબર જી જે 1 એચ કે 1683 સહિત લાખો રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે આજે ત્રણ વાગે કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી માં વિદેશી દારૂ ના વેચાણ મુદ્દે આવેદનપત્ર પાઠવવાનું છે ત્યારે કોંગ્રેસ ના દાવાને સમર્થન મળ્યું.