વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં મહાનગરપાલિકા દ્વારા અનેક દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે દબાણ હટાવ ટીમની કામગીરીને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખે સ્થળ મુલાકાત લીધી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખની મુલાકાત દરમિયાન લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.