એક તરફ લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે.તો બીજી તરફ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જુદાજુદા વિસ્તારોમાં પાણી નો વેડફાટ થઈ રહ્યો છે.આજે વડોદરા શહેરના ભાયલી સ્થિત રાયપુરા રોડ બળિયાદેવ ના મંદિર પાસે પાણી ની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું.જેના કારણે મોટી માત્રામાં પીવાના શુદ્ધ પાણી નો વેડફાટ થયો હતો.પાલિકાના વોર્ડ કક્ષાના અધિકારી ને જાણ કરવા છતાં હજી સુધી આ ભંગાણ નું સમારકામ કરવામાં આવ્યું નથી.