ભરૂચ: ભરૂચના ડી-માર્ટ પાસે આવેલ ગોલ્ડન સ્કવેરમાં આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના ડી-માર્ટ પાસે આવેલ ગોલ્ડન સ્કવેરમાં આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી.ભરૂચ જિલ્લામાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી ત્યારે આજરોજ બપોર બાદ ભરૂચના ડી-માર્ટ પાસે આવેલ ગોલ્ડન સ્કવેરમાં આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરી હતી.ઘટનાને પગલે ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા.અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.