ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે રવિવારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તાલુકાના હિરાપર, નેસડા, જબલપુર સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડયો હતો. આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું અને ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું.