વાવ: માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લેક ફિલ્મ દૂર કરાઈ,કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી.
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી.આઈ.એ.કે.દેસાઈ.તેમજ પોલીસ સ્ટાફના માણસો દ્વારા વિવિધ સ્થળોએ કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરતા કાળા કાચ તથા નંબર પ્લેટ વિનાના વાહનોને ડિટીન તથા સ્થળ દંડ આપવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં. માવસરી બાકાસર રોડ,ચંદનગઢ ત્રણ રસ્તા વગેરે પોઇન્ટ ગોઠવી કાળી ફિલ્મ વાળી કાર તથા નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.