સિહોર: તાલુકા કોંગ્રેસ કમિટીએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું, ખેડૂતો માટે વળતરની કરી માંગ
સિહોર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા કોંગ્રેસ કમિટીએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ખેડૂતોને વળતર અને ખાતરની સુવિધા પૂરી પાડવા રજૂઆત કરી છે.વરસાદના કારણે ખાસ કરીને મગફળી, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે. ઘણાખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક સડી ગયો છે અથવા બરબાદ થઈ ગયો છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું