મહેસાણાના માનવ આશ્રમ રોડ પર આવેલી ઉમિયાધામ સોસાયટીમાં રવિવારે એક અનોખો અને પ્રેરણાદાયક લગ્ન પ્રસંગ યોજાયો હતો. જ્યાં એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં 'પ્રતીક' રૂપે નહીં, પરંતુ વાસ્તવિક ગૌદાન કરીને સનાતન પરંપરાને જીવંત કરી સમાજને એક મૂર્તિમંત સંદેશ આપ્યો છે.