સાવલી તાલુકાના પોઇચા(રા) ગામે આવેલ પ્રાથમિક શાળામાં વર્ષો સુધી નિષ્ઠા, સમર્પણ અને કાર્યપ્રમાણિકતાથી સેવાઓ આપી રહેલા મદદનીશ શિક્ષક શ્રી અરવિંદભાઈ ભુપતભાઈ ભોઈ આજે વયનિવૃત્ત થયા. તેમના સન્માનમાં શાળા પરિવાર દ્વારા હૃદયસ્પર્શી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું.