ખાત્રજ દરવાજા બહાર ઔડા દ્વારા કમ્પાઉન્ડવોલ તોડી ટીપી રોડ કાઢવાની કામગીરી દરમ્યાન કબ્રસ્તાનની કબરોને નુકશાન થતા ઉચ્ચકક્ષાએ રજુઆતની ઉચ્ચારાઈ ચીમકી. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ પણ પ્રકારની જાણકારી વગર દીવાલ તોડી આ ટીપી રોડની કામગીરી કરાતા લગભગ 40 થી 50 કબરોનું થયેલ નુકસાન ને લઈને અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે. ઔડાના હાજર અધિકારીઓ કોઈ નોટિસ કે પરવાનગી પણ નથી બતાડતા. વળી અમદાવાદ જઈ રજુઆત કરો અમને તો ઉપરથી ઓર્ડર મળેલ છે આ કામગીરી કરવા માટે...!