ખેડબ્રહ્મા: પંથકના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ ને લઈ ખેડૂતોના પાકને નુકસાન ની ભીતિ
લાંબા વિરામ બાદ ફરી એકવાર ખેડબ્રહ્મા શહેર સહિત પંથકના ગામડાઓમાં આજે વહેલી સવારે 6 વાગ્યા ની આસપાસ થી વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ શરૂ થયો છે.ત્યારે શિયાળાની શરૂઆતથી જ ઝરમર વરસાદ વરસતા વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે. ઉલ્લેખનીય છે કે પંથકના ખેડૂતો કપાસ શાકભાજી સહિતના પાકોનું વાવેતર કરે છે. આ ઝરમર વરસાદ ને લઈને ખેડૂતોના પાકને નુકસાન ની ભીતિ સિવાય રહી છે.