સિહોર: ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, 30 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા
જિલ્લામાં અને સિહોરમાં સતત વરસી રહેલ વરસાદથી તાલુકામાં ૨૦૦ ટકા કરતાં પણ વધુ વરસાદ વરસી ગયો હોય સતત વરસી રહેલા વરસાદથી ગઈકાલે સાંજે થયેલું ગૌતમેશ્વર તળાવ જેમાં બે દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી 30 કરતા પણ વધારે દરવાજા ખોલવામાં આવતા ભાવનગર રાજકોટ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા . જેને લઇ થોડીવાર માટે રોડ પણ બંધ કરવામાં આવ્યો હતો